(રિપોર્ટ ઋત્વિક રોજાસરા )
વિંછીયા તાલુકાના મોટા હડમતીયાથી મોટી લાખાવડ તરફના સામાકાંઠા સીમ વિસ્તારમાં ખેતરની વાડીમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રાત્રે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી 4,600 લીટર ઠંડો આથો, 50 લીટર દેશી દારૂ, બે લોખંડના ફિલ્ટર, 23 પ્લાસ્ટિક બેરલ સહિત કુલ રૂ.1,37,700નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આથાનો સેમ્પલ FSL તપાસ માટે મોકલાયો અને બાકીનો આથો સ્થળ પર નાશ કરાયો હતો. ભઠ્ઠી ચલાવવાનો આરોપી જયવીરભાઈ જગુભાઈ ખાચર (રહે. મોટા હડમતીયા) હાજર ન મળતા તેની ધરપકડ બાકી રાખી શોધખોળ શરૂ કરાઈ છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Tags:
Vinchhiya