--------------------------------------------------

જસદણ નગરપાલિકામાં હંગામો: સેનેટરી વિભાગમાં કર્મચારી પર દંપતીનો હુમલો, મારામારીના દ્રશ્યો CCTVમાં કેદ!

રિપોટર કિશન પ્રજાપતિ જસદણ 

જસદણ નગરપાલિકાના સેનેટરી વિભાગમાં આજે ધોળા દિવસે હંગામો અને મારામારીના દ્રશ્યો સર્જાયા છે. અહીં ફરજ બજાવતા એક કર્મચારી પર સફાઈ કામદાર દંપતી (પતિ-પત્ની) દ્વારા ઓફિસમાં ઘૂસીને જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, એક દુષ્કર્મ કેસની જૂની અદાવત રાખીને આ બબાલ કરવામાં આવી હતી. આ સમગ્ર મારામારીની ઘટના ઓફિસના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં દંપતી કર્મચારીને માર મારતું સ્પષ્ટ દેખાય છે.
આ હંગામા બાદ નગરપાલિકા કચેરીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. હાલ આ મામલે બંને પક્ષો તરફથી જસદણ પોલીસ મથકે સામસામે અરજી નોંધાવવામાં આવી છે આ બાબતે ટેલિફોનિક વાત કરતા જસદણના ગોસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ અને બે બંને બાજુથી અરજી છે તે આપવામાં આવી છે અને હાલ સમગ્ર સીસીટીવી ચેક કરી અને ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવશે

Post a Comment

Previous Post Next Post

ads

ads