--------------------------------------------------

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સૌની યોજનાના કામોનું કર્યું નિરીક્ષણ

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સૌની યોજનાના કામોનું કર્યું નિરીક્ષણ

સૌરાષ્ટ્રની સમૃદ્ધિ માટેની 'સૌની યોજના' અંતર્ગત ચાલી રહેલા કામોને વેગ આપવા માટે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આટકોટ ખાતેથી વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ જિલ્લા પંચાયત સીટના આગેવાનો, કાર્યકરો અને અધિકારીઓ સાથે સાણથલી-આસલપુર-ધૌરાઇ પાઇપલાઇન રૂટ પર ચાલી રહેલી પ્રગતિશીલ કામગીરીનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું.
આ ઉપરાંત, તેમણે કરણૂકી ડેમની પણ રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને તમામ કામગીરી સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ યોજના પૂર્ણ થતાં જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને સિંચાઈ તેમજ પીવાના પાણીનો મોટો લાભ મળશે.

Post a Comment

Previous Post Next Post

ads

ads