--------------------------------------------------

વિંછીયા સમઢીયાળા રોડ પર વીજ વાયરમાં શોર્ટ સર્કિટથી આગ

રિપોર્ટ :-ઋત્વિક રોજાસરા, વિંછીયા





વિંછીયા તાલુકાના સમઢીયાળા રોડ પર આજે વીજ વાયરમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ વીજ તારામાં સ્પાર્કિંગ થતાં આગ ભભૂકી ઊઠી હતી અને પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગની ઝપેટમાં રોડ કિનારાના અનેક વૃક્ષો સળગી ખાખ થઈ ગયા હતા. ઉપરાંત નજીકના ખેતરમાં સંગ્રહિત ખેડૂતનો આખા વર્ષનો કપાસ પણ આગમાં બળીને ખાખ થઈ જતા ભારે આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગ અને વીજ વિભાગને જાણ કરતાં આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.


Post a Comment

Previous Post Next Post

ads

ads