--------------------------------------------------

વિંછીયાના ખડકાણા ગામમાં પ્રૌઢને શિખામણ દેવી ભારે પડી: લાકડીથી હુમલો

રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ 



વિંછીયાના ખડકાણા ગામમાં પ્રૌઢને શિખામણ દેવી ભારે પડી હતી. સ્ત્રી સાથેના આડા સબંધ મામલે ટપારતા જ ઘનશ્યામ મેણીયા બેફામ બન્યો હતો અને લાકડીથી હુમલો કરી માથું ફોડી નાંખ્યું હતું. બનાવ અંગે વિંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે હાલ જસદણમાં વાસ્તુરપરા શેરી નં.11 માં રહેતાં અને મુળ ખડકાણા ગામના વતની
ભુપતભાઈ વસ્તાભાઈ પરમાર (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઘનશ્યામ ભરત મેણીયા (રહે.ખડકાણા ગામ, વિંછીયા) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ કાર લે-વેચ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. આશરે છ માસ પહેલા ગામમાં રહેતાં તેમના સગા ભરતભાઈ મેણીયાને ફોન કરીને કહેલ કે, તમારો દિકરો ધનશ્યામ મેણીયાને જસદણ કોઇ સ્ત્રી સાથે આડા સબંધ હોય, જે સારૂ ન કહેવાય આથી તમે ધનશ્યામ સમવજો તેવી વાત કરેલ હતી, ત્યારબાદ ગઇ તા.06 ના રોજ તેઓ અને તેમના પત્ની જોશનાબેન ખડકાણા ગામે લગ્નમા ગયેલ હતા, તે દરમ્યાન આ ધનશ્યામ સામે જોઇને અવાર-નવાર કતરાતો હતો. ગઈકાલે તેઓ અને તેમના પત્ની  બન્ને કારમાં વિરમગામના સણોઠીયા ગામે જાનમા ગયેલ હતા ત્યારે ધનશ્યામ મેણીયાનો ફોન આવેલ અને કહેલ કે, તું કેમ મારા આડા સંબંધની વાતો બધાને કર્યા કરે છે. 



જેથી તેને કહેલ કે, તુ મારો કાકાનો દિકરો થાય છે, જેથી તારા સારા માટે તારા પિતાને વાત કરેલ હતી, આથી ધનશ્યામ ગાળો દેવા લાગતાં ફોન કાપી નાખેલ, ત્યારબાદ સાંજના સાતેક વાગ્યના સુમારે દંપતી પરત આવતા ત્યારે ભરતભાઈએ ફોન કરીને તેમના ઘરે બોલાવતા તેમના ઘર પાસે લ ગાડી ઉભી રાખી દંપતી નિચે ઉતરેલ, ત્યારે ધનશ્યામ તેમના ધાબા પરથી એક લાકડાનો બડીયો લઈને નિચે ઉતરી માથાના ભાગે બે ઘા મારી દેતા પત્ની વચ્ચે પડતા મને વધુ મારમાથી છોડાવેલ હતો. ત્યારબાદ  માથાને ભાગે દુખાવો થતા સરકારી હોસ્પીટલ વિંછીયા ખાતે સારવાર કરાવલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.


Post a Comment

Previous Post Next Post

ads

ads