રિપોર્ટ - મયુર ગોહિલ સુરત
પકડાયેલા આરોપીઓમાં દલીયો ઉર્ફે ગાંડો કાળુભાઈ મોહનીયા અને દિલીપ ઉર્ફે દીલો કાળુ મોહનીયા સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સમગ્ર ગુજરાતમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ કબૂલ્યા છે.આરોપીઓએ કામરેજની સોવરીન બંગ્લોઝમાં રાત્રિના સમયે ચોરી કરી હતી અને એક મહિલા જાગી જતા તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત બારડોલીના ઇશરોલી અને અસ્તાન ગામોમાં પણ બંધ મકાનોમાં ચોરી કરી રોકડ રકમ અને ચાંદીની લગડીઓ ચોરી હોવાની કબૂલાત કરી છે.પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ૧૫થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ જામીન પર છૂટ્યા બાદ તેઓ કોર્ટમાં હાજર રહેતા ન હોવાથી તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ ઇશ્યૂ કરાયા હતા.હાલ સુરત ગ્રામ્ય એલ.સી.બી દ્વારા ત્રણેય આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Tags:
Surat