આચાર્ય શિક્ષણ પ્રશિક્ષણ વર્ગ' અંતર્ગત સરસ્વતી શિશુ મંદિરના સાત શિક્ષકોની ટીમે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન સહાયક માહિતી નિયામક શ્રી રાધિકાબેન વ્યાસ દ્વારા શિક્ષકોને માહિતી ખાતાની સમગ્ર કાર્યપદ્ધતિ વિશે સવિસ્તાર માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે સરકારની જનકલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસારમાં માહિતી ખાતાની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. શિક્ષકોને કચેરીના જુદા-જુદા વિભાગોની મુલાકાત કરાવી સમાચાર લેખન, જાહેર ખબર, વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સહિતની કામગીરી અંગે માહિતગાર કરાયા હતા. મુલાકાતના અંતે તમામ શિક્ષકોએ માહિતી ખાતાની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કરી મેળવેલી જાણકારી શિક્ષણ ક્ષેત્રે પણ ઉપયોગી નીવડશે એવી આશા વ્યક્ત કરી હતી.
આ અવસરે સહાયક માહિતી નિયામક શ્રી પ્રિયંકાબેન પરમાર, કાનાભાઈ પિઠીયા, કિશનભાઇ મોલીયા, રાજેશભાઈ દવે, રાજેશભાઈ માકડીયા, ભારતીબેન ઉંધાડ, રીટાબેન ભટ્ટ અને જાનવીબેન મહેતા સહિતના શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags:
Rajkot
