જસદાણની ગુરુકૃપા રેસ્ટોરન્ટ નીચે આવેલી સરદાર હાર્ડવેર દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ જસદણ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે મોટી નુકસાની ટળી હોવાનું સામે આવ્યું છે.
સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
રિપોટર - કિશન પ્રજાપતિ જસદણ
Tags:
Jasdan