જસદણના બાયપાસ રોડ ઉપર આવેલ કોટડીયા હોસ્પિટલ નજીક એક અકસ્માત સર્જાયો હતો. બોલેરો અને ફોરવીલ વાહન વચ્ચે અથડામણ થતા રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.સદનસીબે આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી નથી તેમજ કોઈને ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું નથી. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં વાહનોને સાઈડમાં ખસેડાતા ટ્રાફિક ફરી સામાન્ય બન્યો હતો.
રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ
Tags:
Jasdan