બાબરાના કરિયાણા રોડ ઉપર હત્યાનો ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. વિંછીયા તાલુકાના ફૂલજર ગામના એક યુવકની અજાણ્યા શખ્સોએ નિર્મમ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કરિયાણા-જીવાપર રોડ ઉપર યુવકની લાશ સાથે કાર મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ સાત જેટલા શખ્સોએ યુવક પર હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલાખોરોએ યુવકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઘટનાની જાણ થતાં જ બાબરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે બાબરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
હત્યાના બનાવને લઈને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ
Tags:
Vinchhiya