--------------------------------------------------

જસદણ સિવિલ હોસ્પિટલમાં અગાઉ સિઝેરિયન બાદ સફળ નોર્મલ ડિલિવરી

જસદણ: જસદણની સિવિલ હોસ્પિટલમાં તબીબી ટીમની મહેનતથી અગાઉ સિઝેરિયન ડિલિવરી થયેલી મહિલાની સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. સારમતીબેન અરવિંદભાઈ ડામોરની સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી તેમણે સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો હતો.

આ સફળ ડિલિવરીમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. નિલેશ ચાવડા, સિસ્ટર દિશાબેન જાની તથા સ્ટાફ બ્રધર વિજયભાઈ મકવાણા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તબીબી ટીમની મહેનત અને યોગ્ય સારવારના પરિણામે માતા અને નવજાત બાળક બંને સ્વસ્થ રહ્યા હતા.

સફળ ડિલિવરીના સમાચારથી પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારે જસદણ સિવિલ હોસ્પિટલના તબીબો તથા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરી તેમની કામગીરીને બિરદાવી હતી.

Post a Comment

Previous Post Next Post

ads

ads