આટકોટ: જસદણ-વિંછીયા વિસ્તારના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આટકોટ ગામની મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌને ભેટ સ્વરૂપે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આટકોટ ગામને સાર્વજનિક પુસ્તકાલય અર્પણ કરવામાં આવ્યું હતું. ગામમાં જ્ઞાન, શિક્ષણ અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તે હેતુથી શરૂ કરાયેલું આ પુસ્તકાલય વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ ગ્રામજનો માટે જ્ઞાનનું ઉત્તમ કેન્દ્ર બની રહેશે.
Tags:
Atkot