--------------------------------------------------

જસદણ-વિંછીયા રોડ પર ગમખ્વાર અકસ્માત ડિવાઈડર સાથે કાર અથડાતા નાયબ મામલતદારનું ઘટના સ્થળે જ મોત


જસદણ: જસદણ-વિંછીયા રોડ પર જલારામ જીન નજીક એક ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાતા નાયબ મામલતદારનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, સાળંગપુર ખાતે દર્શન કરીને પરત ફરી રહેલી કાર જસદણ-વિંછીયા રોડ પર જલારામ જીન પાસે પહોંચી હતી, ત્યારે કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્મતમાં મૃત્યુ પામનારની ઓળખ સંજયભાઈ મોહનભાઈ વડાલીયા, ઉંમર 34 વર્ષ તરીકે થઈ છે. તેઓ મૂળ તાલાળા વિસ્તારના રહેવાસી હોવાનું તેમજ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્મતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાને પગલે જસદણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અકસ્માત કેવી રીતે અને કયા સંજોગોમાં સર્જાયો તે અંગે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ગમખ્વાર અકસ્માતમાં નાયબ મામલતદારના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

Post a Comment

Previous Post Next Post

ads

ads