--------------------------------------------------

જસાપર અને પાંચવડા વચ્ચે રિક્ષા અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો.


જસદણ પંથકમાં માર્ગ અકસ્માતની એક ઘટના સામે આવી છે. જસાપર-પાંચવડા રોડ પર રિક્ષા અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે.ઇજાગ્રસ્તોને શરીરના ભાગે તેમજ ખાસ કરીને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.ઘટના બનતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે 108 મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે આટકોટની પ્રખ્યાત કે.ડી. પરવાડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

રિપોટર - કિશન પ્રજાપતિ જસદણ 

Post a Comment

Previous Post Next Post

ads

ads