--------------------------------------------------

કોર્પોરેટર મીતાબેન મકવાણાનું મેંદરડા તાલુકા લુહાર સમાજ દ્વારા ગૌરવ સન્માન

રિપોર્ટ મયુર ગોહિલ સુરત 

મેંદરડા તાલુકા લુહાર સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. સમાજની દીકરી અને કર્મનિષ્ઠ, કર્તવ્યપરાયણ મહિલા તરીકે રાજકીય ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર શ્રીમતી મીતાબેન મકવાણાનું કોર્પોરેટર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેંદરડા તાલુકા લુહાર સમાજ દ્વારા ગૌરવ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો અને સભ્યોએ મીતાબેન મકવાણાની સેવાભાવી કામગીરી, સમાજ પ્રત્યેની લાગણી અને રાજકીય ક્ષેત્રે તેમના યોગદાનને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર લુહાર નારી શક્તિ માટે પ્રેરણારૂપ બનેલા મીતાબેન મકવાણાના આ સન્માનથી સમાજમાં હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી હતી.

Post a Comment

Previous Post Next Post

ads

ads