--------------------------------------------------

જસદણના ગઢડીયા ચોકડી પાસે કાર અને પીકઅપ વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળી

રિપોર્ટ કિશન પ્રજાપતિ જસદણ 

જસદણ શહેરના ગઢડીયા ચોકડી નજીક બ્રેઝા કાર અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર બ્રેઝા કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતમાં બ્રેઝા કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કાર ટોટલ લોસ થઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ કાર રસ્તા કિનારે આવેલા વીજ પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે વીજ પોલ પણ તૂટી ગયો હતો.
સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ સંબંધિત તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના કારણે વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.

Post a Comment

Previous Post Next Post

ads

ads