સુરતના એક ફરિયાદી વેપારીના કિસ્સામાં, આરોપીએ ચીનથી કાપડ મંગાવી આપવાના બહાને અને ત્યારબાદ માલ ક્લિયર કરાવવા માટે 'કસ્ટમ ડ્યુટી' ભરવાના નામે ટુકડે-ટુકડે કુલ ₹29.43 લાખ પડાવી લીધા હતા. નાણાં લીધા બાદ આરોપી કોઈને માલ પહોંચાડતો નહોતો અને સંપર્ક પણ કાપી નાખતો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કૃણાલ ભોજકે અત્યાર સુધીમાં કુલ 6 જેટલા વેપારીઓને પોતાની જાળમાં ફસાવીને કુલ ₹90.87 લાખની છેતરપિંડી આચરી છે. સુરત સાયબર ક્રાઇમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી તેને અમદાવાદથી દબોચી લીધો છે.
પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતા અજાણ્યા એજન્ટોને એડવાન્સ પેમેન્ટ કરતા પહેલા તેની પૂરેપૂરી ખરાઈ કરવી.ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર 'શિપિંગ એજન્ટ' તરીકેની આકર્ષક જાહેરાતો આપતો હતો. આ જાહેરાતો જોઈને જે વેપારીઓ ચીનથી કાપડ કે અન્ય માલ મંગાવવા માંગતા હોય તેઓ તેનો સંપર્ક કરતા હતા.
Tags:
Surat