--------------------------------------------------

મોટાદડવામાં LCBની રેડઃ રૂ.2.88 લાખનો મુદ્દામાલ ઝડપાયો


(રિપોર્ટ નિર્મલ શેખ)
ગોંડલ તાલુકાના મોટાદડવા ગામની સીમમાં LCB રાજકોટ ગ્રામ્યની ટીમે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
રેડ દરમિયાન 180 MLની કુલ 432 બોટલ, કિંમત રૂ.73,440, તેમજ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ i10 કાર (GJ-03-EC-6738) કિંમત રૂ.2 લાખ અને 3 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,88,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
પોલીસે સ્થળ પરથી શહુલ વાઘાણી, મુકેશ તોમર અને પ્રવીણ તોમર નામના ત્રણ શખ્સોને ઝડપી પાડી અટકાયત કરી છે. પોલીસ પૂછપરછમાં દારૂનો જથ્થો ધમભાઈ કાઠી દ્વારા વેચાણ માટે મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અક્ષય બસીયા અને ધમભાઈ કાઠી સ્થળ પર હાજર ન મળતા તેમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલે પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(B), 81 અને 98(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads