વિંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામે મોટી લાખાવડ તરફના રસ્તે સામાકાંઠા સીમ વિસ્તારમાં પોલીસે રેડ કરી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. સ્થળ પરથી આશરે ૮૦૦ લીટર ઠંડો આથો, ૪ પ્લાસ્ટિકના બેરલ, ૨ લોખંડના ફિલ્ટર સહિત ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૨૪,૧૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે ઠંડા આથાનો નાશ કર્યો હતો. રેડ દરમિયાન ભઠ્ઠી ચલાવનાર શીવકુભાઈ વલકુભાઈ ખાચર (રહે. મોટા હડમતીયા) હાજર મળી ન આવતા તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(બી), ૬૫(સી), ૬૫(ડી), ૬૫(એફ) મુજબ ગુનો નોંધાયો.