જસદણ તાલુકાના સાણથલી ગામે આટકોટ પોલીસે દેશી દારૂના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સાણથલી ગામના ધાર વિસ્તારમાં એક વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન વાડામાંથી દેશી દારૂ ભરેલા ૫ બુંગિયા મળી આવ્યા હતા, જેમાં આશરે ૨૫ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૫ હજાર હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત પ્લાસ્ટિકના બેરલમાંથી આશરે ૨૦૦ લીટર ઠંડો આથો મળી આવતા પોલીસે સેમ્પલ લઈ બાકીનો આથો સ્થળ પર નાશ કર્યો હતો.
પોલીસે દેશી દારૂના સેમ્પલ FSL તપાસ માટે મોકલી, જ્યારે રૂ.૫ હજારનો દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન રસિકભાઈ માણકુભાઈ સોલંકી અને ગુલાબબેન રસિકભાઈ સોલંકીને ઝડપી લઈ બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(ઈ), ૬૫(એફ) અને ૮૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
Tags:
Jasdan