જસદણ તાલુકાના સાણથલી, પાંચવડા અને પારેવાળા ગામે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી. ભૂલકાંઓના કલ્યાણ અને તેમના સુખદ ભવિષ્યના નિર્માણના હેતુથી તૈયાર કરવામાં આવેલા આ નવા આંગણવાડી કેન્દ્રો ગ્રામજનો અને બાળકો માટે ઉપયોગી બનશે.આ પ્રસંગે નવીન સાણથલી-૬, નવીન પાંચવડા-૩ તથા નવીન પારેવાળા-૧ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા બિલ્ડીંગના નિર્માણથી બાળકોને શિક્ષણ, પોષણ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે વધુ સુવિધાયુક્ત વાતાવરણ મળી રહેશે.આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ પ્રસંગે ગ્રામજનો, આગેવાનો તથા સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જસદણ તાલુકાના ત્રણ ગામોમાં નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
byDharm Publicity
•
0