--------------------------------------------------

ભાડલા પંથકમાં LCBનો સપાટો: I-20 કારમાંથી 684 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો



રાજકોટ ગ્રામ્ય LCBની કાર્યવાહી | ₹3.57 લાખનો મુદ્દામાલ કબજે

ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેરાવળ(ભા) ગામે રોડ પરથી રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે I-20 કાર નં. GJ-03-JL-0030 રોકી તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

LCB ટીમને બાતમી મળી હતી કે રાજકોટનો રવિ ભીખુભાઈ ગીડા (ઉ.વ. 24) કારમાં દારૂનો જથ્થો ભરી કમળાપુરથી રાજકોટ તરફ જઈ રહ્યો છે. જેના આધારે કાર રોકી તપાસ કરતાં 684 બોટલ વિદેશી દારૂ, કિંમત ₹1,52,544 મળી આવી હતી.

પોલીસે દારૂ ઉપરાંત I-20 કાર કિંમત ₹2 લાખ અને મોબાઇલ ફોન કિંમત ₹5 હજાર મળી કુલ ₹3,57,544નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં રવિ ભીખુભાઈ ગીડાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પ્રતિક ઉર્ફે મયુર બાબુભાઈ ગીડા અને પૃથ્વી વલ્કુભાઈ ધાધલને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે ભાડલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ કામગીરી રાજકોટ રેન્જ DIG **નિર્લિપ્ત રાય (IPS)**ના માર્ગદર્શન અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક **વિજયસિંહ ગુર્જર (IPS)**ની સૂચના હેઠળ LCB PI જે.પી. રાવના માર્ગદર્શન તેમજ PSI પી.એન. ભરવાડ અને LCB ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Post a Comment

Previous Post Next Post

ads

ads