રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ
ખારચીયા તાલુકા પંચાયતના સદસ્યશ્રીના પ્રતિનિધિ અજયભાઈ વાસણી દ્વારા આજે ખારચિયા ગામમાં મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા કામોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કામ કરતા શ્રમિકો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની કામગીરી અંગે માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન અજયભાઈ વાસણીએ શ્રમિકોના પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી તેમજ સંબંધિત પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. શ્રમિકોના ઉત્સાહવર્ધન માટે તેમને ઠંડુ પીણું પણ આપવામાં આવ્યું હતું.
અજયભાઈ વાસણીએ જણાવ્યું હતું કે મનરેગા યોજના ગામડાંના શ્રમિકો માટે રોજગારીનું મહત્વપૂર્ણ સાધન છે અને શ્રમિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહેવામાં આવશે. તેમની આ મુલાકાતને શ્રમિકો દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો.
Tags:
jasdan