--------------------------------------------------

જસદણ તાલુકાના ગઢડીયા ગામે 70 વર્ષીય વૃદ્ધનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.



જસદણ તાલુકાના ગઢડીયા ગામે 70 વર્ષીય વૃદ્ધનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મૃતકની ઓળખ માવજી ગાંડા કાગડિયા તરીકે થઈ છે. પરિવારજનોએ ઘટનાને લઈને હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારના જણાવ્યા મુજબ મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હોવાની સંભાવના છે.

મૃતદેહ ઘરની પથારીમાંથી મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads