--------------------------------------------------

જસદણમાં હદપાર થયેલ ઇસમ ઝડપાયો, એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યની કાર્યવાહી



જસદણમાં હદપાર થયેલ ઇસમ ઝડપાયો, એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યની કાર્યવાહી

રાજકોટ રેન્જના નાયબ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાન્ચ દ્વારા હદપાર થયેલા ઇસમો સામે અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ દરમિયાન જસદણના જુના કોઠીના રસ્તે, જુના રામજી મંદિર સામે, ચીંદીના ચોક વિસ્તારમાં રહેતા જગદીશભાઈ લાલજીભાઈ છાયાણી (ઉ.વ. ૩૨, મજૂરી)ને જસદણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તા. ૨૭/૦૫/૨૦૨૬ના હુકમથી બે માસ માટે રાજકોટ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, અમદાવાદ ગ્રામ્ય અને ભાવનગર જિલ્લાના હદ વિસ્તારમાંથી હદપાર કરવામાં આવ્યા હતા.

તેમ છતાં આરોપી હદપારીનો ભંગ કરી જસદણ વિસ્તારમાં હાજર હોવાનું જાણવા મળતા એસ.ઓ.જી. બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એફ. એ. પારગીના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ તથા ચંદુભાઈ પલાળીયાને મળેલી માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીને ઝડપી પાડી તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૪૨ મુજબ ગુનો નોંધી જસદણ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપી સામે અગાઉ સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન તેમજ જસદણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ, જુગારધારા, મોટર વ્હીકલ એક્ટ અને અટકાયતી પગલાં સહિત કુલ આઠ ગુનાઓ અને કાર્યવાહી નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી. બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એફ. એ. પારગી, પો.સબ ઇન્સ્પેક્ટર શ્રી જી.જે. ઝાલા, પો.સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી. મિશ્રા, પો.હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, ચંદુભાઈ પલાળીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા અને વિજયગીરી રસિકગીરી દ્વારા કરવામાં આવી હતી.

Post a Comment

Previous Post Next Post

ads

ads