--------------------------------------------------

વિંછીયામાં ચિંકારા હરણનો શિકાર કરનાર બે શિકારીઓ ઝડપાયા

વિંછીયા તાલુકાના મોઢુકાની ઉમટ વીડી વિસ્તારમાં ચિંકારા હરણનો શિકાર કરનાર બે શખ્સોને ફોરેસ્ટ વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, ફોરેસ્ટ વિભાગની ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી ત્યારે બે વ્યક્તિઓ ચિંકારા હરણ અને બે હાથ બનાવટની દેશી બંદૂકો સાથે ઝડપાઈ આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ મોઢુકા ગામના વલ્લભ કમી જાળીયા અને મગન ખાવડીયા તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બંનેએ દેશી બંદૂક વડે ચિંકારા હરણનો શિકાર કર્યો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
ફોરેસ્ટ વિભાગે બંને આરોપીઓની ધરપકડ કરી બે દેશી બંદૂકો કબજે લીધી છે. સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads