--------------------------------------------------

જસદણના હનુમાન ખારચીયા ગામે મહાકાળીમાતા મંદિર પાસે મોટું વૃક્ષ ધરાશાયી, પાર્ક કરેલી કારને નુકસાન છતાં મોટી જાનહાની ટળી, ઘટના CCTVમાં કેદ

રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ 

જસદણ તાલુકાના ખારચીયા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહાકાળીમાતા મંદિર પાસે અચાનક એક મોટું વૃક્ષ ધરાશાહી થયું હતું.આ વૃક્ષ સીધું જ નજીક પાર્ક કરેલી એક કાર પર પડતાં કારને ભારે નુકસાન થયું હતું. સદનસીબે, ઘટનાના સમયે કારમાં કે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.આ સમગ્ર ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં વૃક્ષ અચાનક ધરાશાહી થતું અને કાર પર પડતું સ્પષ્ટ રીતે જોવા મળે છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં પવન અને હવામાનના ફેરફારને કારણે વૃક્ષ નબળું થઈ ગયું હતું.આ ઘટનાએ વિસ્તારમાં ચિંતા ફેલાવી છે અને સ્થાનિક તંત્ર દ્વારા આવા જોખમી વૃક્ષોની તપાસ કરીને સમયસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
રિપોર્ટ મુજબ, જો આ ઘટના થોડી ક્ષણો પહેલા કે પછી બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
હાલમાં સ્થળ પર સ્થિતિ નિયંત્રણમાં છે અને વધુ તપાસ ચાલી રહી

Post a Comment

Previous Post Next Post

ads

ads