રિપોર્ટ મયુર ગોહિલ સુરત
સુરતમાં રેલવે મારફતે દારૂની હેરાફેરીના મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ટ્રેન મારફતે વાપીથી સુરત સુધી દારૂની સપ્લાય થતી હોવાના આક્ષેપ સાથે AAPના આગેવાન અને પૂર્વ ZRUCC સભ્ય કલ્પેશ બારોટે રેલવે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા.કલ્પેશ બારોટનું કહેવું છે કે, GRP અને RPFને અનેકવાર રજૂઆત કરવા છતાં દારૂની હેરાફેરી અટકાવવામાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી.
આ મુદ્દે આજે તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Tags:
surat