--------------------------------------------------

વિછીયામાં બેનપણીના પતિએ પરણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર ઝડપાયો

વિછીયા પંથકમાં થોડા સમય પહેલા 31 વર્ષીય પરણીતાએ પોતાની બહેનપણીના પતિ સામે ગંભીર આક્ષેપો સાથે વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ આરોપી હર્ષદ ભોળાભાઈ તાવિયાએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી મૈત્રી કરાર કર્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મોબાઇલ પર સતત વાતચીત કરતો તેમજ મહિલાના ઘરે અને અન્ય સ્થળોએ લઈ જઈ સંબંધ બાંધતો હતો.

મહિલાએ સંબંધ તોડવાનો પ્રયાસ કરતા આરોપીએ પતિને જાણ કરવાની તેમજ પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. અંતે મહિલાએ સમગ્ર મામલાની જાણ પોતાના પતિને કરતા વિછીયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તેમજ એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

વિછીયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા આરોપી હર્ષદ ભોળાભાઈ તાવિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



Post a Comment

Previous Post Next Post

ads

ads