રિપોર્ટ - મયુર ગોહિલ સુરત
આ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં થઈ કાર્યવાહી
દારૂના આ વિશાળ જથ્થા પર રોલર ફેરવી તેનો નાશ કરવાની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા અને કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી હતી. આ તકે બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, ડીવાયએસપી (DYSP) મહર્ષિ રાવલ, ગઢડાના મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.બજાર કિંમતે લાખો રૂપિયાની કિંમત ધરાવતા આ દારૂના જથ્થાને ખુલ્લા મેદાનમાં પાથરી તેના પર હેવી રોલર ફેરવી દેવામાં આવ્યું હતું, જેના કારણે દારૂની હજારો બોટલોનો કુરચો બોલી ગયો હતો. પોલીસ અને વહીવટી તંત્રની આ સંયુક્ત કામગીરીને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Tags:
botad