--------------------------------------------------

જસદણ પંથકની ૧૩ વર્ષની સગીરાની છેડતીના ગુનામાં પકડાયેલ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ 

રાજકોટ પોકસો કોર્ટના જજ ટી.એસ. બ્રહ્મભટ્ટનો ચુકાદોઃ મહાભારતના શ્લોકની છણાવટ કરી દંડ જ પ્રજાને શાશીત કરે છે અને રક્ષણ કરે છે' ધર્મ-વ્યવસ્થા જાળવવા સજા જરૂરી છે

રાજકોટ, તા. ૮ : અત્રે ૧૩વર્ષની સગીરાના લી છેડતીના ગુન્હામાં આરોપીને ૬ વર્ષની સખ્ત કેદ અને દેશ ની સજા પોક્સો કોર્ટ ફરમાવી હતી.

જસદણ પંથકની સગીર દીકરી સને = ૨૦૨૪ ના જાન્યુઆરી માસ માં પોતાના ગામની સીમ માથી માલ ઢોર ચરાવી ને 7 સાંજના સમયે વાડીએ પરત ફરતી હતી ત્યારે આ કામના આરોપી રમેશ રણછોડભાઈ જાડા મૂળ રહેવાસી રાજકોટ બનાવ સમયે રહેવાસી મદાવ તાલુકો જસદણ પોતે બનાવ - સમયે વાડી નુંકામ કાજ કરતા હતા ત્યારે એ

સગીરાને વાડીના સૂમસામ રસ્તા પાસે રોકી અને પકડી લીધેલ અને આ ભોગ બનનાર સાથે આરોપી શારીરિક છેડછાડ અને અડપલા કરવા લાગેલ ભોગ બનનાર આરોપીના આવા કૃત્ય થી ખૂબ ડરી ગયેલ અને રડવા લાગેલ જેથી આરોપીએ તેને છોડી મુકેલ અને આ વાતની જાણ કોઈને ન કરવા નું કઈ કહી સુરાપુરા દાદા ના સમ આપેલા જેથી ભોગ બનનારે પોતાની સાથે થયેલ કૃત્ય અંગેની જાણ ઘરેજઈને રડતા રડતા પોતાની માતાને જણાવેલ અને તેની માતાએ પરિવારના સભ્યોને જાણ કરીને આ કામના આરોપી વિરુદ્ધ ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ ફરિયાદ દાખલ થતાં આ કામના આરોપી રમેશ રણછોડભાઈ જાડા ની પોલીસે ધોરણ સરની અટક કરીને જેલ હવાલે કરેલો.

ત્યારબાદ આ કેસ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સદરહુ કેસમાં ફરિયાદ પક્ષે ૧૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ ચાર જેટલા શાહેદોની જુબાની લેવામાં આવેલી આ કામના મુખ્ય સાહેદ ફરિયાદી તથા બનાવમાં ભોગ બનનાર સગીરા એ પોતાની સાથે થયેલ

બનાવની હકીકત ને સમર્થન કારક જુબાની કોર્ટમાં આપેલી સાથે સાથે ફરિયાદ પક્ષ ભોગ બનનાર બનાવ સમયે સગીર હોવાનું પુરવાર કરવામાં સફળ થયેલ અને ભોગ બનનાર નો જન્મ જે ગામમાં થયેલો તે ગામના સબ રજીસ્ટર એ બનાવ સમયે ભોગ બનનાર સગીર હોવાનું દાખલા રજૂ થયેલા તેને સમર્થન આપેલું તેમ જ મેજિસ્ટ્રેટના નિવેદનમાં પણ ભોગ બનનારેબનાવને સમર્થન આપેલફરિયાદ પક્ષે સરકારી વકીલ એ વિસ્તૃત દલીલો કરતા કોર્ટમાં એવી દલીલ કરેલ કે બનાવ સમયે ભોગ બનનારની ઉંમર માત્ર ૧૩ વર્ષની હોય આરોપી તેના કરતાં ત્રણ ગણી મોટી ઉંમરના હોય અને સમાજમાં દિન પ્રતિદિન આવા કિસ્સાઓ બનતા હોય અને આવા બનાવથી કુમળી વયના બાળકો ઉપર ખૂબ જ વિપરીત અસર થતી હોય જેથી આવા આરોપીને સજા થાય તે માટે જ પોક્સો જેવો કાયદો બનાવવામાં આવેલ છે.

સરકારી વકીલની આ દલીલોને ધ્યાને રાખીપોકશો કોર્ટના જજ ટી એસ બ્રહ્મ ભટ્ટ પોતાના ચુકાદામાં મનુ સ્તુતિ તથા મહાભારતનાઅધ્યાયના શ્લોક ની વિસ્તૃત છણાવટ કરી એવું લખેલ કે 'દંડ જ પ્રજા ને શાશીત કરે છે અને રક્ષણ પણ કરે છે દંડજ સમાજમાં ધર્મ અને વ્યવસ્થા જાળવે છે' ઉપરોક્ત ગુનાના કામસર આ કામના આરોપીને કોર્ટએ પાંચ વર્ષની સખત કેદની સજા અને ૧૦,૦૦૦ નો દંડ ફટકારેલો તેમજ પીડિત બાળકીને વળતરરૂપે વળતર સ્કીમ માંથી ૫૦,૦૦૦ ચૂકવવાનો હુકમ કરેલો હતો.

આ કામ માં મદદનીશ સરકારી વકીલ આબિદ સોસન રોકાઈ ને કેસ ચલાવેલા અને આરોપી ને સજા અપાવેલ.(૬.૮)

Post a Comment

Previous Post Next Post

ads

ads