રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત જસદણ વિભાગની ટીમે વધુ એક સફળ કામગીરી કરી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રોહી અને જુગારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના અનુસંધાને ડૉ. નવીન ચક્રવર્તી, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જસદણ વિભાગની રાહબરી હેઠળ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોડલાધાર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઇડ કરવામાં આવી હતી.રેઇડ દરમિયાન ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં
મગનભાઇ સીદાભાઇ કુકડીયા, રહે ગોડલાધાર ગામની સીમ, ગણપતભાઇ ગોવિંદભાઇ કેરાળીયા, રહે માધવીપુર ગામ, અને પ્રવિણભાઇ ચદુભાઇ ભુસડીયા, રહે શિવરાજપુરનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા દસ હજાર સાતસો, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા તેવીસ હજાર સાતસોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ સફળ કામગીરીમાં ડૉ. નવીન ચક્રવર્તી, પી.એસ.આઈ. એમ.બી. બારૈયા, એ.એસ.આઈ. અશ્વિનભાઇ માલકિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મથુરભાઇ વાસાણી, મહેશભાઇ કોબીયા, પ્રવિણભાઇ મેણીયા, કિરીટભાઇ ખાચર તેમજ અર્જુનસિંહ ઝાલા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.