નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય IPS રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર IPS અને મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ. નવીન ચક્રવર્તી રેપુડી IPS ના સુચન અનુસાર વિંછીયા પોલીસ સ્ટેશન દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી.ખાનગી બાતમીના આધારે વિંછીયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ગુંદાળા ગામે બિલેશ્વર ઠુંગર પાસે બુધાભાઈ નાજાભાઈ મિયાત્રાની વાડીની નજીક ખરાબાની જમીનમાં લીમડાના ઝાડ નીચે દરોડો પાડ્યો હતો. ત્યાં અમુક લોકો ગંજીપતાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા જોવા મળ્યા હતા.પોલીસે સ્થળ પરથી કુલ આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા એક લાખ સત્તાવીસ હજાર ચારસો, એક ટોર્ચ લાઇટ તથા ગંજીપતાના પાના મળી કુલ રૂપિયા એક લાખ સત્તાવીસ હજાર પાંચસો વીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.આ મામલે વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.વિંછીયા પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે
Tags:
Vinchhiya