--------------------------------------------------

જસદણ: નવા બસ સ્ટેન્ડ પાસેના ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં હાઈ વોલ્ટેજથી ભારે નુકસાન; અનેક દુકાનોના ઉપકરણો બળીને ખાખ

રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ 

જસદણના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં હાઈ વોલ્ટેજ પાવર આવતા ભારે નુકસાન સર્જાયું છે.મળતી માહિતી મુજબ મેઈન લાઈનમાં ટેકનિકલ ખામી સર્જાતા 240 વોલ્ટના બદલે સીધો 360 વોલ્ટ પાવર સપ્લાય થતા 8 થી 10 દુકાનોમાં શોર્ટ સર્કિટ થયો હતો. ઘટનાના પગલે વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં આવેલી “સુભાષ ચાઈનીઝ” સહિત અનેક દુકાનોમાં રહેલા ફ્રીઝ, CCTV કેમેરા, કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતા PGVCL ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads