આટકોટમાં રિલાયન્સ પંપ પાસે આજે એક ફોર વ્હીલર કાર પલટી ખાઈને રોડની નીચે ખેતરમાં ખાબકી હતી. કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. કારે પલટીઓ મારતા આસપાસના લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.જોકે, આ ગંભીર અકસ્માતમાં કાર સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો અને સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. અકસ્માત થતા જ આસપાસના સેવાભાવી લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
Tags:
Jasdan