--------------------------------------------------

જસદણ: વેકેશનમાં ગિલોરથી રમતા બાળકની આંખમાં ખીલ્લી ખૂંપી, 4 તબીબોની ટીમે જહેમત બાદ આંખ બચાવી

રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ 

જસદણમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.વેકેશન દરમિયાન બાળકો શું રમે છે અને કેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે, તે બાબતે ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે.જસદણમાં એક બાળક રબરની રિંગ વડે લોખંડની ખીલ્લીનું ગિલોર બનાવી રમતું હતું.રમત દરમિયાન અચાનક લોખંડની ખીલ્લી બાળકની આંખમાં ખૂંચી ગઈ હતી.ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે જસદણની કેડી પરવાડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.અહીં ચાર સર્જન ડોક્ટરની ટીમે ભારે જહેમત બાદ બાળકની આંખ બચાવવામાં સફળતા મેળવી હતી.આંખના નિષ્ણાત ડોક્ટર ઉમંગ ઠક્કર અને તેમની ટીમે સફળ ઓપરેશન પાર પાડી બાળકની આંખને ગંભીર નુકસાનથી બચાવી હતી.હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.ડોક્ટરોએ માતા-પિતાને અપીલ કરી છે કે વેકેશન દરમિયાન બાળકો રમતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.ખાસ કરીને નાના બાળકોને લોખંડની ખીલ્લી, ધારદાર વસ્તુઓ અને જોખમી રમકડાંથી દૂર રાખવા જરૂરી છે.આ ઘટના તમામ માતા-પિતા માટે ચેતવણીરૂપ બની છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads