રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ
જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા યાર્ડ તંત્ર એલર્ટ બન્યું છે. ખેડૂતો અને વેપારીઓનો માલ વરસાદમાં પલળી ન જાય તે માટે ખાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને પોતાનો કૃષિ માલ ખુલ્લામાં ન રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ખેડૂતોને માલ ઢાંકીને યાર્ડમાં લાવવા પણ અપીલ કરવામાં આવી છે. વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓને નુકસાન ન થાય તે માટે યાર્ડ તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.યાર્ડ તંત્રએ જણાવ્યું છે કે જ્યાં સુધી શેડમાં જગ્યા ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી જ માલ ઉતારવામાં આવશે. ઉપરાંત ખુલ્લામાં પડેલો માલ તાત્કાલિક ઉઠાવી લેવા ખેડૂતો અને વેપારીઓને સૂચના આપવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે યાર્ડ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Tags:
Jasdan