--------------------------------------------------

જસદણમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: મુંબઈથી દર્શનાર્થે આવેલા વૃદ્ધનું હીટ વેવથી કરુણ મોત

રિપોટર કિશન પ્રજાપતિ જસદણ 

સમગ્ર રાજ્ય સાથે જસદણ પંથકમાં પણ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે, ત્યારે જસદણના કોઠી ગામે હીટ વેવના કારણે એક વૃદ્ધનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. મુંબઈથી ખાસ દર્શનાર્થે આવેલા ૬૬ વર્ષીય વૃદ્ધ બપોરના ધખધખતા તડકામાં બેભાન થઈ ઢળી પડ્યા હતા, જેમનું સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.બપોરના સમયે રસ્તા પર બેભાન થયા મળતી માહિતી મુજબ, મુંબઈથી જસદણ પંથકમાં દર્શન કરવા માટે આવેલા બિંદુકુમાર ધીરજલાલ થોસીયા (ઉં.વ. ૬૬) નામના વૃદ્ધ બપોરના સમયે કોઠી ગામે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અસહ્ય તાપમાન અને લૂ (હીટ વેવ)ના કારણે તેઓ અચાનક ચક્કર આવી જતાં રસ્તા પર જ બેભાન થઈ ગયા હતા.સ્થાનિકો હોસ્પિટલ લઈ ગયા, પણ સારવાર કારગત ન નીવડી વૃદ્ધ રસ્તા પર બેભાન અવસ્થામાં પડ્યા હોવાનું નજરે પડતાં જ આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ૧૦૮ કે અન્ય વાહન મારફતે વૃદ્ધને તાબડતોબ જસદણની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. જો કે, ગરમીની ગંભીર અસરના કારણે સારવાર દરમિયાન જ તેમણે દમ તોડી દીધો હતો.
મૃતદેહને પીએમ અર્થે રાજકોટ ખસેડાયો આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધના મોતના ચોક્કસ કારણો જાણવા અને કાયદેસરની કાર્યવાહી માટે તેમના મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. દર્શનાર્થે આવેલા વૃદ્ધના આવા કરુણ અંતથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads