--------------------------------------------------

જસદણ માર્કેટ યાર્ડની મહત્વપૂર્ણ સૂચનાવરસાદની શક્યતા વચ્ચે ખેડૂતો-વેપારીઓને માલ ઢાંકીને લાવવા અપીલ

રિપોર્ટ - કિશન પ્રજાપતિ 

જસદણ માર્કેટ યાર્ડ તરફથી ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. વાતાવરણમાં બદલાવને કારણે આગામી સમયમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેથી માર્કેટ યાર્ડમાં લાવવામાં આવતી દરેક જણસી શેડમાં ઉતારવાની રહેશે તેમજ તમામ માલ ઢાંકીને લાવવા સૂચના આપવામાં આવી છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પણ તાત્કાલિક ઉપાડી લેવા અથવા યોગ્ય રીતે ઢાંકીને રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેડૂતો અને વેપારીઓને આ સૂચનાની ખાસ નોંધ લેવા બજાર સમિતિ જસદણ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads