રિપોર્ટ - કિશન પ્રજાપતિ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામેથી હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. જીવાપર ગામના ચોરા પાસે અરવિંદ લાખાભાઈ સાથળિયા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગામની મધ્યમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર મૃતકના માથાના ભાગે ઘાતક ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી LCB અને SOG ની ટીમોને પણ તપાસમાં જોડવામાં આવી છે.
હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હત્યાના બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે તેમજ સંદિગ્ધોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગામમાં બનેલી આ હત્યાની ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Tags:
jasdan