રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારની બદી નાબુદ કરવા હાથ ધરાયેલા અભિયાન હેઠળ વિંછીયા પોલીસને મોટી સફળતા મળી છે. વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારના છાસીયા ગામે ગંજીપતાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા કુલ ૯ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રોકડ રકમ, મોટર સાયકલો અને જુગારના સાધનો મળી કુલ રૂ. ૯૦,૪૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વિંછીયા પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે છાસીયા ગામે અરજણભાઇ મકવાણાની આંબલીવાળી વાડી પાસે આવેલા ખુલ્લા ફરજામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી કુલ ૯ ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૩૦,૪૧૦, ચાર મોટર સાયકલ કિંમત રૂ. ૬૦,૦૦૦ તથા ગંજીપતાના ૫૨ પાનાં મળી કુલ રૂ. ૯૦,૪૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તમામ આરોપીઓ સામે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી વિંછીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એચ.જી. ગોહિલ, પો.સબ ઇન્સ્પેક્ટર એલ.ડી. મેહતા સહિત પોલીસ સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
Tags:
jasdan