કમળાપુર ગામ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાલક-પાલક સર્જન કાર્યક્રમનું આનંદ અને ઉલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નાના ભૂલકાઓ સાથે પ્રાર્થના અને વંદના કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં છ માસ પૂર્ણ કરેલા બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું. સાથે જ ત્રણથી છ વર્ષના બાળકોના જન્મદિવસની પણ ખુશીના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સીડીપીઓ મેડમે બાલક-પાલક સર્જન કાર્યક્રમના હેતુ અને મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ બાળકો અને વાલીઓ માટે વિવિધ રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છાંટ કામ, ફાડ કામ તેમજ ટમેટું-બટેકું જેવી મનોરંજક રમતો રમાડવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે તમામ બાળકો અને વાલીઓએ સમૂહ ભોજનનો લાભ લઈ આનંદભેર કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
Tags:
Jasdan