--------------------------------------------------

પાંડેસરામાં 16 વર્ષીય કિશોરની હત્યા, વિસ્તારમાં ચકચાર



રિપોર્ટ - ભાવેશ ગોરસિયા સુરત 

સુરતના પાંડેસરા હીરાનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 16 વર્ષીય કિશોર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.મૃતક દેવા ગુપ્તા સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને સ્કૂલમાં વેકેશન હોવાથી સાડીની દુકાનમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. પ્રાથમિક માહિતી મુજબ અગાઉ થયેલા ઝગડાના સમાધાન માટે દેવા પોતાના મિત્રો સાથે ગયો હતો. તે દરમિયાન અચાનક બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ દેવા ગુપ્તા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.હુમલામાં દેવા ગુપ્તાની છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્ત હાલતમાં દેવાને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે યુનિક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ દેવા ગુપ્તાને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ પાંડેસરા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads