--------------------------------------------------

સોશિયલ મીડિયા પર નવો વિવાદ: 'કોકરોજ જનતા પાર્ટી'ના ફોલોવર્સ વધતા રાજકારણ ગરમાયું, સુરતના સામાજિક કાર્યકર્તાએ ઉઠાવ્યા સવાલ


રિપોર્ટર મયુર મિસ્ત્રી સુરત

કોકરોજ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા ફોલોવર્સને લઈને હવે નવા વિવાદે માથું ઉંચક્યું છે. રાતોરાત સત્તા પક્ષ કરતા વધુ ફોલોવર્સ વધી જતા અનેક સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ બાદ મામલો વધુ ગરમાયો છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ મુજબ કોકરોજ જનતા પાર્ટીના ફોલોવર્સમાં માત્ર 10 થી 12 ટકા લોકો ભારતના હોવાનું સામે આવ્યું છે, જ્યારે બાકીના ફોલોવર્સ પાકિસ્તાન સહિત અન્ય દેશોના હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ બની છે.આ મામલે સુરતના સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે ફોલોવર્સના આંકડાઓ અને તેની વિશ્વસનીયતા અંગે સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દા બાદ આ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા દાવાઓને લઈને સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ મામલો રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


Post a Comment

Previous Post Next Post

ads

ads