વિંછીયા પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બંધાળી ગામે ડાયાભાઇ લવજીભાઇ ગોહીલના કારખાના પાસે, ખુલ્લા મેદાનમાં દિવાલની છાયામાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરવામાં આવી હતી.ઝડપાયેલા આરોપીઓ: ૧. નારણભાઈ કરશનભાઇ ગમારા (ઉ.વ. ૩૪) ૨. રણજીતભાઈ પરબતભાઇ ગોહીલ (ઉ.વ. ૨૫) ૩. ભરતભાઇ સામજીભાઇ જાદવ (ઉ.વ. ૩૫) ૪. સંજયભાઈ આંબાભાઈ મકવાણા (ઉ.વ. ૩૨) ૫. વિમલભાઇ હકાભાઇ બારૈયા (ઉ.વ. ૨૮) ૬. વનરાજભાઈ કલ્યાણભાઈ મકવાણા (ઉ.વ. ૧૮) (તમામ રહેવાસી: બંધાળી, તા. વિંછીયા, ધંધો: ખેતી)
કબજે કરેલ મુદ્દામાલ: રોકડા રૂપિયા: કુલ રૂ. ૧૫,૪૧૦/ (અંગઝડતી તથા પટમાંથી મળીને) ગંજીપાના: કુલ ૫૨ નંગ
કાયદાકીય કાર્યવાહી: જાહેરમાં પૈસાની હારજીતનો તીન-પત્તીનો જુગાર રમતા તમામ છયે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડી, જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ આરોપીઓને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૩)(૧) મુજબ નોટિસ આપી કોર્ટ મુદતે હાજર રહેવા સમજ કરવામાં આવી છે.
Tags:
jasdan