વિંછીયાના માત્રા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડો : 1.10 લાખનો મુદામાલ જપ્ત
ખેડૂત ભાભલુ ખાચર પોતાની વાડીના શેઢે ભઠી ચલાવતો ’તો દરોડા દરમિયાન આરોપી નાસી છૂટતાં પોલીસે શોધખોળ આદરી
વિંછીયાના માત્રા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીમાં સ્થાનીક પોલીસે દરોડો પાડી રૂ.110 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ખેડૂત ભાભલુ ખાચર પોતાની વાડીના શેઢે ભઠી ચલાવતો હતો. દરોડા દરમિયાન આરોપી નાસી છૂટતાં પોલીસે શોધખોળ આદરી હતી.
દરોડાની વિગત મુજબ વિંછીયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પલાળીયા અને કાળામીયા મટારી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માત્રા ગામનો ભાભલુ રાણાભાઈ ખાચર મોટા માત્રા ગામની તરવાણી સીમમા આવેલ ખેતર વાડીના શેઢે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડતા ખેતરના વાડીના શેઢા પાસે દેશી દારૂ ગાળવાની લાકડાની ચાલુ ભઠ્ઠી જોવામા આવેલ હતી.
જેથી પોલીસે દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીમાં બેરેલમાં તૈયાર દેશી દારૂ આશરે 300 લીટર રૂ.60 હજાર, નાના મોટા બેરલ, ગરમ આથો આશરે 200 લીટર, બેરલમાં ભરેલ ઠંડો આથો આશરે 1600 લીટર સહિત રૂ.1.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે વાડી માલીક ભાભલુ ખાચર નાસી છૂટતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે.
Tags:
Vinchhiya