--------------------------------------------------

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે વિંછીયા પીએચસી દ્વારા જનજાગૃતિ અભિયાન: ડેન્ગ્યુથી બચાવ માટે સાવચેતી રાખવા અપીલ

રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ 

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિંછીયા દ્વારા ડેન્ગ્યુથી બચાવ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોમાં ડેન્ગ્યુ રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને તેના નિવારણ માટે જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુથી બચવા માટે પાણી ભરેલા તમામ પાત્રોને હંમેશા ઢાંકીને રાખવા જોઈએ. ઘરમાં અથવા આજુબાજુ પડેલો ભંગાર અને જૂનો સામાન દૂર કરવો જરૂરી છે, જેથી મચ્છરોના પ્રજનનને અટકાવી શકાય. તેમજ પક્ષીકુંજ (કૂલર) માં ભરેલું પાણી દરરોજ ખાલી કરીને તેને સુકવવાની અપીલ પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે “ઘરમાં રહો, સુરક્ષિત રહો અને ઘરને સુરક્ષિત રાખો” એવો સંદેશ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે લોકોને ડેન્ગ્યુથી બચવા માટે પોતાના ઘર અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવાની શપથ લેવડાવવામાં આવી હતી.

Post a Comment

Previous Post Next Post

ads

ads