--------------------------------------------------

પુરુષોત્તમ માસ નિમિત્તે ભાજપના આગેવાનોએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.

રિપોર્ટ - વિજય ચૌહાણ 

જસદણ શહેરમાં આવતીકાલથી શરૂ થનારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભાજપના આગેવાનોએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા, જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ મહિલા મોરચા પ્રમુખ મનિષાબેન અને મહામંત્રી દિવ્યાબેન ચૌહાણ દ્વારા જસદણવાસીઓને પુરુષોત્તમ માસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આગેવાનોએ જણાવ્યું હતું કે તા. ૧૭ મે ૨૦૨૬, રવિવારથી હિંદુ પંચાંગ મુજબ અધિક માસનો પ્રારંભ થઈ રહ્યો છે. તપ, દાન અને આત્મશુદ્ધિ માટે વિશેષ મહત્વ ધરાવતા આ પવિત્ર માસ દરમિયાન સકારાત્મક ઉર્જા અને ધાર્મિક ભાવનાનો સંદેશ દરેક સુધી પહોંચે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય ખગોળ વિજ્ઞાનની અદભૂત પરંપરાના કારણે દર ત્રીજા વર્ષે આવતો પુરુષોત્તમ માસ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અંતમાં સર્વ નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Post a Comment

Previous Post Next Post

ads

ads