સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ગુમ થયેલા 14 વર્ષીય બાળકને શોધવામાં સરથાણા પોલીસને સફળતા મળી છે. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિંગની મદદથી પોલીસે બાળકને સુરક્ષિત શોધી કાઢી વાલી સાથે સુખદ મિલન કરાવ્યું છે.સુરતના સરથાણા વિસ્તારમાંથી 14 વર્ષીય બાળક અચાનક ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. બાળકની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિંગના આધારે તપાસ આગળ વધારી હતી. સતત પ્રયાસો બાદ પોલીસે બાળકની ભાળ મેળવી તેને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો.ત્યારબાદ સરથાણા પોલીસે બાળકનું વાલી સાથે સુખદ મિલન કરાવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસની ઝડપી અને સતર્ક કામગીરીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે.
Tags:
Surat