સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી હોટલ સીટી પેલેસમાં ચાલતા કુટણખાના પર ઉત્રાણ પોલીસે દરોડા પાડી મોટું સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે.
થાઈ યુવતીઓનો છૂટકારો: પોલીસ દરોડા દરમિયાન હોટલમાંથી બે થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે, જેમની પાસે પરાણે દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો
મુખ્ય આરોપીની ધરપકડ: હોટલ સંચાલક જોનીલ ઉર્ફે જે.ડી. દિલીપભાઈ કેવડીયા (ઉંમર ૨૪) ને પોલીસે ઝડપી પાડ્યો છે. જે.ડી. અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે.
હોટલ મેનેજર દિક્ષિત ગોહિલ, નિકુલ સુરીયા અને કૌશિક મકવાણા સહિત કુલ ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે.
ઉત્રાણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.આર. ગોસ્વામી અને તેમની ટીમે બાતમીના આધારે તુલસી આર્કેડ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલી આ હોટલ પર દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ સહિત કુલ રૂ. ૧.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Tags:
Surat